આવો આવોને સુંદર શ્યામ મંદિર મારે રે..૨/૪

 

આવો આવોને સુંદર શ્યામ, મંદિર મારે રે ;
ઘેલું કીધું ગોકુલ ગામ, લટકે તારે રે. ટેક.
સેજ બિછાઇ ફૂલડે રે, બેઠી દીપકને અજવાળી રે ;
હસી બોલાવો હેતમાં રે, મારા મોહન વનમાળી રે. મં0 1
મુને લાગી મોહની રે, વહાલા રૂપ તમારું જોઇને રે ;
છેલા ! તારી ચાલમાં રે, મારું મન રહ્યું મોઇને રે. મં0 ર
શોભે છે સુંદર શ્યામલા રે, માથે પાઘડલી સોનેરી રે ;
હદ વાળો છો હેરતા રે, તમે પીતાંબર પહેરી રે. મં0 3
ભાલ તિલક સોહામણું રે, તમે કેસર કેરું કીધું રે ;
બ્રહ્માનંદના વાલમારે, મારું ચિત્ત ચોરી લીધું રે. મં0 4

મૂળ પદ

વારી વારી રે નંદજીના લાલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી