તમ સાથે શામળિયા રે વહાલા પ્રીત બંધાણી પ્યારા રે..૨/૪

તમ સાથે શામળિયા રે વહાલા, પ્રીત બંધાણી પ્યારા રે ;
એક ઘડી અલબેલા મુજથી, નટવર ! રહો માં ન્યારા રે. ત0 ટેક.
એ વહાલાજી રે મૂર્તિ નવલ મનોહર મીઠી, મીઠી મુખની વાણી રે ;
જોતાં ને સુણતાં તૃપત ન થાઉં, એવી અચલ વૃત્તિ ઠેરાણી રે. ત0 1
એ વહાલાજી રે નિરમલ નયણે મનોહર વેણે નટવર લાગ્યો છે નેડો રે ;
કોડીલા વર કાનડ તારો, કેમ કરી મેલું કેડો રે. ત0 ર
એ વહાલાજી રે વાલમ બીજું નહિ કોઇ વહાલું, જગમાંહી તુમજેવું રે ;
બ્રહ્માનંદના શ્યામ સોહાગી, અધક્ષણ દૂર ન રહેવું રે. ત0 3

મૂળ પદ

માયા લાગી મુને મોહન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી