આવોને અલબેલા મારે મંદિરીયે મોરારી રે .૩/૪

 

આવોને અલબેલા મારે, મંદિરીયે મોરારી રે ;
સુંદરવર પ્રીતમ તમ સારુ, ફૂલડે સેજ સમારી રે. આ0 ટેક.
એ વહાલાજીરે સુંદર મોરલી રે હાથ લઇને, ગીત મધુરા ગાવો રે ;
નટવર ગલ બાંહડલી રે નાંખીને, હસી હસી કંઠ લગાવો રે આ0 ૧
એ વહાલાજી રે લટકાં કરીને મારું મનડુંરે લીધું જાણો છો રસની રીતરે ;
પ્રાણજીવન નટવર પાતળિયા, તમ સંગ લાગી છે પ્રીતિ રે. આ0 ૨
એ વહાલાજીરે અધર અમૃત રસપાન કરાવીને, તનડાંના તાપ નીવારો રે ;
બ્રહ્માનંદના રે શ્યામ સોહાગી, પ્રીતમ સેજ પધારો રે. આ0 ૩

મૂળ પદ

માયા લાગી મુને મોહન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી