મનગમતા વનમાળી રે મુને વહાલા લાગો છો રસિયા વનમાળી..૭/૮

મનગમતા વનમાળી રે, મુને વહાલા લાગો છો રસિયા વનમાળી ;
આંખ તારી અણિયાળી રે, મુને વહાલા લાગો છો રસિયા વનમાળી. ટેક.
ચાલ તારી ચિત્તડાને ચોરે, મોહી છું હું ફૂલડાને તોરે રે. મું0 1
નિરખીને રૂપ અલૌકિક તારું, બીજું તે સરવ વિસારું રે. મું0 ર
ફૂલના હાર અલૌકિક પેહેરી, લટકાં કરો છો લેહેરી રે. મું0 3
મૂર્તિ તારી વહાલા છેલ ગુમાની, જોઇને થઇ મસ્તાની રે. મું0 4
બ્રહ્માનંદના નાથ રંગીલા, આવો ઓરા અલવીલા રે. મું0 5

મૂળ પદ

નાગર નંદદુલારો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મનગમતા વનમાળી
Studio
Audio
0
0