જશોદા સરવ કહ્યું રે વૃત્તાંત કે, આગે નંદને રે લોલ..૩/૮

જશોદા સરવ કહ્યું રે વૃત્તાંત કે, આગે નંદને રે લોલ ;ઘડીયાં લગન લીયો રે તત્કાળ કે, બાલમુકુંદને રે લોલ.  
થયો છે લાડકવાયો રે લાલ કે, પરણ્યા જેવડો રે લોલ ;જોઇને રે કન્યા કુળ આચાર, સગાઇ ત્રેવડો રે લોલ.      
હમણાં બાળ અવસ્થા રે માંહ્ય, કન્યા કાજુ જડે રે લોલ ;પછે તો મોટા થઇ રે મહારાજ, કેવાયે નીવડે રે લોલ.    
માટે ઝાઝું બીજું રે કાંઇ ડહાપણ, આપણ ન ડોળીએ રે લોલ ;છોટી કાનકુંવરને રે કાજ કે, કુંવરી ખોળીએ રે લોલ.   
વહાલો બ્રહ્મ મુનિનો રે નાથ, પરણવા લાગ્ય છે રે લોલ ;જે કોઇ એનો ગ્રહશે રે હાથ, તેનાં બડભાગ્ય છે રે લોલ.  

મૂળ પદ

વ્રજમાં એક સમે રે વ્રજરાજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી