જશોદા સરવ કહ્યું રે વૃત્તાંત કે, એમ વિચારીયું રે લોલ ..૪/૮

જશોદા સરવ કહ્યું રે વૃત્તાંત કે, એમ વિચારીયું રે લોલ ;ભ્રખુભાન ગ્રહે રેવિવાહ, કર્યાનું ધારીયું રે લોલ.  
નામાજોડું રે મુહૂરત વગર, લગન જોવરાવીયું રે લોલ ;વર-કન્યાને પૂરણ પ્રીત, સરવ શુભ આવીયું રે લોલ.     
ભ્રખુભાણ તણે રે દરબાર, જશોદાજી ગયાં રે લોલ ;દીધાં સુંદર બીડાં રે પાન, આસન આપીયાં રે લોલ.      
બોલ્યાં રે કલાવંતી ને ભ્રખુભાન, પધાર્યાં ભલે ભામની રે લોલ.કીધી તમે મેહેર અલૌકિક આજ, અમારા ઘર ભણી રે લોલ.      
જશોદા સુંદર બોલ્યાં રે વેણ, જોડી હાથને રે લોલ ;આપોને રાધા રે કુંવરી બ્રહ્મમુનિના નાથને રે લોલ.        ૫ 

મૂળ પદ

વ્રજમાં એક સમે રે વ્રજરાજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી