જશોદા લોચન કીધાં રે લાલ..૬/૮

જશોદા લોચન કીધાં રે લાલ, કલાવંતી ઉપરે રે લોલ ;રીસે રોમાંચિત થયા રે ગાત્ર, અધર મુખ ફરફરે રે લોલ. 
એલી તારી છોડી ચાળા રે દાર, છાશ પીને ઉછરી રે લોલ ;કાળો તોયે કાનો રાજકુમાર, ગોરી તોયે ગુજરી રે લોલ. 
એવી કોણ ત્રણ રે ભુવનમાં નાર, જે એને નહીં વરે રે લોલ ;વારું રાધા જેવી રે લાખ, કાનાની ઉપરે રે લોલ.        
કલાવંતી ત્રાટે થાય નહિ રે ચિત્ર, ચિત્ર થાય ભીંતમાં રે લોલ.તમે શું જાણો આડાં રે લોક, રાજાઓની રીતમાં રે લોલ. 
તારી કુંવરી જેવી રે ક્રોડ, એને વાંસે ફરે રે લોલ ;રસિયો બ્રહ્મ મુનિનો રે નાથ, મનમાં નવ ઘરે રે લોલ.   

મૂળ પદ

વ્રજમાં એક સમે રે વ્રજરાજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી