જોને જોને સખી અલબેલ રે..૪/૪

જોને જોને સખી અલબેલ રે, લટકાં કરતાં રે ;
રચે જલમાં અલૌકિક ખેલ રે, મનડાંને હરતાં રે. 1
મુખ શોભે મનોહર હાસ રે, ગિરધર ગાવે રે ;
કરી ઈંદ્ર બ્રહ્માદિક આશ રે, જોવાને આવે રે.
જલધારાને સનમુખ જોર રે, ઉભા છે વહાલો આવી રે ;
ગુણવંતોરમે તન ગૌર રે, અધિક છબી લાવી રે. 3
બ્રહ્માનંદનો સનેહી નાવરે, આવે છે જમુના આરે રે ;
રસિયોજી નવલ વ્રજરાજ રે, પ્રીત વધારે રે. 4

મૂળ પદ

પાણી ભરવા હું ગઇ’તી આજ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી