એ હેલી રે નાગર નટવર દીઠડો જદુપતિ જમુનાને તીર.૧/૪

 એ હેલી રે નાગર નટવર દીઠડો, જદુપતિ જમુનાને તીર. ટેક0

રૂપ જોઇને થઇ ઘેલડી, ભરવું ભૂલી હું તો નીર. આ0 ૧
કુંડલ બિરાજે એને કાનમાં, હેડે મોતીડાનો હાર. આ0 ૨
ચિત્ત ચોરાણું એની ચાલમાં, વીસરી ગઇ ઘરબાર. આ0 ૩
પેચાળી માથે એને પાઘડી, ગેરે રંગ સોનેરી ગરકાવ. આ0 ૪
રંગનો ભીનો છેલો રાજવી, માણીગર મીઠડા બોલા માવ. આ0 ૫
અલવ કરેછે અલબેલડો, મદનો છલકયો મગરૂર. આ0 ૬
બ્રહ્માનંદ કેરે વાલમે, કીધી મુને નેણુંમાં ચકચૂર. આ0 ૭

મૂળ પદ

એ હેલી રે નાગર નટવર દીઠડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી