એ સખી રે, નવલ વિહારી છેલો નંદનો કસુંબલ ફેંટાવાળો કાન..૨/૪

 

 એ સખી રે, નવલ વિહારી છેલો નંદનો, કસુંબલ ફેંટાવાળો કાન. ટેક0

આવીને ઉભો છે મારે આંગણે, માણીગર ડોલરીયો મસ્તાન. એ0 ૧
ફરતાં છોગાં મેલ્યાં ફૂલનાં, બાંધ્યા છે ફૂલુંના ભુજ બંધ. એ0 ૨
હાર ફૂલાંનાં હૈડે હિંડલે, ગુલાબી ખૂબીદાર સુગંધ. એ0 ૩
દાંત દાડમકેરાં બીજડાં, અધર પ્રવાલા જેવા લાલ. એ0 ૪
અતિ રૂપાળી એની આંખડી, નિરખી થઇ છું નિહાલ. એ0 ૫
ફૂલડ છાંયુ એનું મોળિયું, દડા બેઉ ફૂલા કેરા હાથ. એ0 ૬
ફૂલડે ઢાંકય દીસે ફૂટડો, બ્રહ્માનંદકેરો નાથ. એ0 ૭

મૂળ પદ

એ હેલી રે નાગર નટવર દીઠડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી