એ બેની રે લાગ્યાં લટકાળા નંદલાલનાં અચાનક આંખડલીનાં બાણ..૩/૪

એ બેની રે લાગ્યાં લટકાળા નંદલાલનાં, અચાનક આંખડલીનાં બાણ. ટેક0
તેજાળાં અણીઆળાં તીખડાં, સજેલાં સુંદર પ્રેમ સરાણ.  એ0 ૧
માવે મારેલ મુને મર્મનાં, તાકી તાકી લોચનીયાંના તીર.             એ0 ૨
પડી ઘાયલ થઇને પ્રેમમાં, રહી નહીં અંતરમાં રે ધીર.     એ0 ૩
નટવર છેલા કેરા નેણુંને, ભલકે નાંખ્યું અંતર ભેદ.          એ0 ૪
સનમુખ જોઇ પ્યારે શ્યામળે, કીધાં મારી છાતલડીમાં છેદ.          એ0 ૫ 
ઘરનાં કહે છે થઇ ઘેલડી, ભૂલી મારા તનડાં કેરું ભાન.     એ0 ૬ 
બ્રહ્માનંદકેરે વાલમે, કીધી મુને જગથી ન્યારી કાન.       એ0 ૭

મૂળ પદ

એ હેલી રે નાગર નટવર દીઠડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી