એ આલીરે રંગનો ભીનો રળીઆમણો માણીગર દીલડાનો મેરાણ..૪/૪

 

એ આલીરે રંગનો ભીનો રળીઆમણો, માણીગર દીલડાનો મેરાણ. ટેક0
પ્યારા અલવિલાજીને ઉપરે, કીધું છે શિર મારું કુરબાણ. એ0 1
મુને લાગી છે એની મોહની, રૂડું જોઇ રસિયા કેરું રૂપ. એ0 ર
ચિત્તમાં ખુતું આવી છોગલું, ઓપે છે સુંદર પાઘ અનૂપ. એ0 3
સોનેરી ફેંટો બાંધ્યો શોભતો, પેહેર્યાં વહાલે અંબર ઝીણે પોત. એ0 4
મોતીડાંવાળો આવે મલપતો, સલૂણો ડોલરીઓ દેસોત. એ0 5
નિરખીવહાલા નંદલાલને, ભૂલી હું તો ધંધો ને ધન ધામ. એ0 6
આવી વસ્યો છે મારે આંખમાં, છોગાળો બ્રહ્માનંદનો શ્યામ. એ0 7

મૂળ પદ

એ હેલી રે નાગર નટવર દીઠડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી