કાનુડા મારગ ચાલતાં કોઇની અલવ ન કરીએ વહાલા આવડી રે..૨/૪

 

કાનડા મારગ ચાલતાં કોઇની, અલવ ન કરીએ વહાલા આવડી રે. ક0 ૧
પાયે પડીને કહીએ રહોને તમે પાધરા, રાજમાં કરશું નહીં તો રાવડી રે. ક0 ૨
મોટા થયા તોયે હજી પણ માવજી, રીત માણસકેરી નાવડી રે. ક0 ૩
પરનારીને કેડે પડ્યાની, વાત કુંણે એવી વાવડી રે. ક0 ૪
બ્રહ્માનંદ કહે મસ્ત થયા છો તમે, હમણાં વીયાંણી એક ગાવડી રે. ક0 ૫

મૂળ પદ

વાલીડા મોહન ચાલતાવાટમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી