કોડીલા કુંવર, જોઇ મુને એકલી આડા ઉભા છો શીદ આવીને રે..૪/૪

કોડીલા કુંવર, જોઇ મુને એકલી, આડા ઉભા છો શીદ આવીને રે.  કો0૧
નાનો જાણીને અમે તુને નવ બોલતાં, ફેરા બેચાર ગયો છે ફાવીને રે.      કો0 ૨
અમે મહીયારાં રાજા કંસ કેરાં કહાવીએ, લૂટીલે વારું ફોજલાવીને રે.       કો0૩
વસુદેવ દેવકીને બંધન કરાવ્યું, હવે શું કરીશ નંદને બંધાવીને રે.  કો0 ૪
બ્રહ્માનંદ કહે ચાલ જશોમતી આગળે, લખણ દેખાડું તારાં ગાવીને રે.      કો0૫

મૂળ પદ

વાલીડા મોહન ચાલતાવાટમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી