વાલા તારા અધર અતિશય લાલ રે૪/૮

વાલા તારા અધર અતિશય લાલ રે,
વાલા તેને જોઇને માન્યો તેમાં માલ રે...૧
પ્રાણ પ્યારા પ્રભુજી ઝાલી મારો હાથ રે,
હેતે હરિ લિયોને મુજ સાથે બાથ રે...૨
પ્યારા પ્રભુ પ્યાર ઉપજે તને જોઇ રે,
વાલા તારી છાતીએ શુધ દીધી ખોઇ રે...૩
શંખ જેવું શ્રી હરિ ગળું તમારું રે,
આઠો જામ સહજાનંદ સંભારુ રે...૪
વાલા કંઠે હિરા જડેલો કંઠો શોભે રે,
જ્ઞાન કહે જોઇ જોઇ મન લોભે રે...૫

મૂળ પદ

વાલું લાગે મને મોહન તારું રુપ રે

મળતા રાગ

સર્વે સખી જીવન જોવાને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી