ગિરધર ગોપીની સુણી વાણી મનમાં રીઝયા સારંગપાણિ..૧૩/૧૩

ગિરધર ગોપીની સુણી વાણી, મનમાં રીઝયા સારંગપાણિ. 
અંતર હેત અતિ ઘણું દીઠું, જે બોલી તે લાગ્યું મીઠું.      
પ્રેમે મટુકી લીધી પ્યારી, ગોરસ પીધું કુંજવિહારી. 
ભુધર ભાવ અલૌકિક ભાળી, મળીયા રાધા ને વનમાળી.  
રસબસ થઇને મહીડું લીધું, બ્રહ્માનંદનું કારજ સીઘ્યું.     

મૂળ પદ

વહાલો મારો વૃન્‍દાવનની વાટે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી