કજીઆળા, ચાળા ન કરીએ કાનજી રહેજો પોતાને માપ..૪/૪

 

કજીઆળા, ચાળા ન કરીએ કાનજી ; રહેજો પોતાને માપ. ક0 ટેક
આવી વનમાં રોકો છો પરવિનતા, કોણે દીધી છે છાપ. ક0 ૧
વહાલા માતપિતા મથુરા મેલીને, આવ્યા નાસીને આપ. ક0 ૨
પરનારીને મોહ પમાડવા, એવો શીખ્યા કયાં જાપ. ક0 ૩
બ્રહ્માનંદ કહે જાઓને વુઢા પાધરા, ઝાઝું ડોળો માં ડાપ. ક0 ૪

મૂળ પદ

તમે નાના દીવાના કુંવર નંદના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી