કથન માત્ર તુને કરી સૌમાં માનીતી..૩/૮

 કથન માત્ર તુને કરી, સૌમાં માનીતી ;       

અંતરગત શ્રીકૃષ્ણને, બીજી સંગ પ્રીતિ.
સૌને ફૂલડાં આપીયાં, મનુવાર કરીને ;     
તું સાથે દેખાય છે, કાંઇક મરડ હરિને.               ર
પુષ્પ ઘરોઘર આપીયાં, સૌને સંભારી ;      
ભરી સભામાં ભામની, તુને વિસારી.                 ૩
શોભા શી કહું ફૂલની, ગંધ નૌતમ ઘેરો ;  
ધારાસર * તુંથી કર્યો, વહાલેજી વેરો.**           ૪
બ્રહ્માનંદ કહે ચાલીયા, એમ કહી મુનિ રાયા ;        
માયાપતિના ભુવનમાં, પ્રેરી હદમાયા.            ૫
*નકકી **પક્ષપાત

 

મૂળ પદ

એક સમયે દ્વારીકાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી