અહો વાલા હૈયે હિચી રહ્યા હાર રે૫/૮

 અહો વાલા હૈયે હિંચી રહ્યાં હાર રે, 

શોભે હાર સોના ચાંદીના અપાર રે...               ૧
તેમા જડ્યાં હિરા લાલ પીળા સાર રે, 
તેના તેજે મુખ શોભે છે અપાર રે...                  ૨
ફૂલ કેરા હાંરે તો હરિ હદ વાળી રે, 
વાલા લાગો વાલમજી વનમાળી રે...              ૩
સોના કેરૂ ગળે શોભે છે માંદળિયું રે, 
તેને જોતા ચિત્ત મારું તિયા હળિયું રે...             ૪
એવી છાતી સાથે લગાડો છો દાસ રે, 
કહે જ્ઞાન ભાવે ભેટો અવિનાશ રે...                   ૫

મૂળ પદ

વાલું લાગે મને મોહન તારું રુપ રે

મળતા રાગ

સર્વે સખી જીવન જોવાને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી