સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે, સાધુજનને અલૌકિક સ્વાદ ૧/૪

સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે, સાધુજનને અલૌકિક સ્વાદ;
				ગુણ ગાઈએ પવિત્ર ધર્મવંશના રે-ટેક.
જેની માતા ભક્તિ નામે મહા સતિ રે, પિતા પાંડે હરિપ્રસાદ-ગુણ૦
ગુણવંત છપૈયા એક ગામ છે રે, પાસે અવધનગર મોટું ધામ-ગુણ૦
ચૈત્ર શુક્લ નવમીએ પ્રભુ જન્મિયા રે, હરિકૃષ્ણ ધર્યું છે શુભ નામ-ગુણ૦
બાળલીલા કરે છે બહુ ભાતની રે, માત પિતાને હર્ષ ન માંય-ગુણ૦
વ્હાલો ચંદ્રકળાની પેરે વધતા રે, નર નારી જોઈને ખુશી થાય-ગુણ૦
આઠ વર્ષે પામ્યા તે ઉપવિતને રે, તજ્યું ભુવન આણીને વૈરાગ-ગુણ૦
ગુણ ચરિત્ર મનોહર ગાવવા રે, મળ્યો બ્રહ્માનંદને માગ-ગુણ૦
 

મૂળ પદ

સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
સુનોજી ગિરધારી
Studio
Audio
0
0