ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, વન પર્વત ઓળંગ્યા દશ વીશ ૨/૪

ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, વન પર્વત ઓળંગ્યા દશ વીશ;
				બલિહારી નવલ ઘનશ્યામની રે-ટેક.
મુક્તનાથ જઈને તપ કીધલું રે, સાધી યોગકળા તે જગદીશ-બલિ૦
ત્યાંથી તીર્થ કરતા પોતે ચાલિયા રે, કરતા બહુ જનને ઉપદેશ-બલિ૦
જગન્નાથ જઈ દક્ષિણ પધારિયા રે, પછી આવ્યા તે પશ્ચિમ દેશ-બલિ૦
ગહેરી છાયા અજબ ગિરનારની રે, ભેટયા રામાનંદ સુખકંદ-બલિ૦
દઈ દીક્ષા પોતાનું પદ સ્થાપિયું રે, ધર્યું નામ તે સહજાનંદ-બલિ૦
કચ્છ ગુર્જર ધરાને પાવન કરી રે, આવી વસ્યા દુર્ગપુર આપ-બલિ૦
બ્રહ્માનંદ કહે જગ ઉપરે રે, વધ્યો દિન દિન અધિક પ્રતાપ-બલિ૦
 

મૂળ પદ

સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ






Live
Audio
0
0