ત્યાંથી નિજ કુટુંબીને તેડાવિયાં રે, બેઉ ભાઈ ભાઈનો પરિવાર ૩/૪

ત્યાંથી નિજ કુટુંબીને તેડાવિયાં રે, બેઉ ભાઈ ભાઈનો પરિવાર;
				વધી શોભા અધિક ધર્મવંશની રે-ટેક.
મોટા ભાઈ તે રામપ્રતાપજી રે, છોટા ઇચ્છારામ ઉદાર-વધી૦
મોટા બંધુના અવધપ્રસાદજી રે, બંધુ છોટાના રઘુવીર-વધી૦
બેને આચાર્ય કર્યા સત્સંગના રે, જાણી ધર્મધુરંધર ધીર-વધી૦
ધર્મવંશી હોય તે રહે ધર્મમાં રે, પરત્રિયા સુતા માત સમાન-વધી૦
પરપુરુષ બાઈને પિતા સરખો રે, હોય છોટો તે પુત્ર નિદાન-વધી૦
કરે પુરુષ પ્રબોધ રૂડા પુરુષને રે, કરે ત્રિયા ત્રિયાને ઉપદેશ-વધી૦
એવી રીતિ ઉદ્ધવ સંપ્રદાયની રે, કહે બ્રહ્માનંદ પાપ નહિ લેશ-વધી૦
 

મૂળ પદ

સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી