તમે જોવોને જશોદા માત રે..૪/૪

તમે જોવોને જશોદા માત રે, કાનડાનાં કાંમડલાં ;
મારે કેડે પડયો છે દિન રાત રે, કાનડાનાં કાંમડલાં. ટેક.
આવી કટાંણે છોડી મેલે છે વાછરુ ;
હાંરે લાગે ચોરીનું મહી અતિ સ્વાદ રે. ક0 1
સરખા સરખા રે લાવે બેક છોકરા ;
હાંરે કરે ઘરમાં પેસીને ઉદમાત રે. ક0 ર
વાંસે ફરે છે એને માંકડાંની મંડળી ;
હાંરે ખાય ખવરાવે ને ફોડે ઠામ રે. ક0 3
ક્રોધ કરીયે તો હસે ઉભો રહીને આંગણે ;
હાંરે એણે ચાક ચડાવ્યું બધું ગામ રે. ક0 4
પોતે થાય છે ધણી ચોર કરે અમને ;
હાંરે બોલે મનમાં આવે તેમ ગાળ રે. ક0 5
બ્રહ્માનંદના વહાલાની શી કહું વાતડી ;
હાંરે લઇ ચૂંટી રોવારે નાનાં બાળ રે. ક0 6

મૂળ પદ

સખી ! વાગે છે મહા વન માંહ્ય રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી