આજ વહાલો ઊભા છે જમુનાને આરે ૨/૮

આજ વહાલો ઊભા છે જમુનાને આરે,
	મૂર્તિ વસી છે મન મારે રે હેલી	...આજ૦ ટેક.
કેસરની આડ રૂડી નલવટ કીધી,
	આંખ્યું વેચાતી કરી લીધી રે હેલી...આજ૦ ૧
વાંકી ભ્રકુટિ મને લાગી અતિ વહાલી,
	સર્વે મેલીને જાઉં ચાલી રે હેલી	...આજ૦ ૨
લોચન રંગીલાં તીખાં બાણ જેમ લાગ્યાં,
	ઊંડાં ગરી ગયાં આઘાં રે હેલી	...આજ૦ ૩
બ્રહ્માનંદનો વહાલો કુંજનો વિહારી;
	છબી પર જાઉં બલિહારી રે હેલી...આજ૦ ૪
 

મૂળ પદ

આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી