આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા ૪/૮

આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા;
	મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા રે સૈયરો	...આજ૦ ટેક.
હસીને બોલાવી મુંને હેતમાંહી હેરી,
	ફેંટો બાંધેલ સોનેરી રે સૈયરો		...આજ૦ ૧
સોનેરી કોરનું નાંખેલ ખંભે શેલું,
	રસિયે કીધી છે રંગરેલું રે સૈયરો		...આજ૦ ૨
ફૂલડાંનાં મેલ્યાં માથે છોગલાં રે ફરતાં,
	મને નથી વીસરતાં રે સૈયરો		...આજ૦ ૩
બ્રહ્માનંદના વહાલાથી પ્રીતડી બંધાણી;
	મહેણું લીધું છે માથે તાંણી રે સૈયરો	...આજ૦ ૪
 

મૂળ પદ

આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સત્સંગ સાગર
Studio
Audio
1
0