જોર નવ કરીયે હો વ્રજવાસી ૫/૮

જોર નવ કરીયે હો વ્રજવાસી ;
મેલને મટુકી અવિનાશી રે વહાલા. જો0 ટેક.
જઇને કેહેશું રે અમે નંદજીને આગે ;
જોને કાનો માટ ભાંગે રે વહાલા. જો0 1
આવી રોકો છો શીદ જમુનાનો આરો ;
શ્યો છે વાંક અમારો રે વહાલા. જો0 ર
ડરતા નથી ને શીદ કેડે કેડે ડોલો ;
મુખથી વિચારીને બોલો રે વહાલા. જો0 3
બ્રહ્માનંદના વહાલા તમને હું વારું ;
થોડું કહ્યામાં ઘણું સારું રે વહાલા. જો0 4

મૂળ પદ

આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી