કહોને હવે શું છે તમારે કામ કાના ૬/૮

 

કહોને હવે શું છે તમારે કામ કાના ;
સમઝી વિચારી રહોને છાના રે પ્યારા. કો0 ટેક.
નવરા ડોલો છો વહાલા, કામ નહિ તમારે ;
મહીડું વલોવું ઘેર મારે રે પ્યારા. કો0 ૧
હમણાં થયા છો તમે કારમા કંઇ દાણી ;
વાતું અમે નવ જાણી રે પ્યારા. કો0 ૨
તમે રાજા તમારી રીતમાં રે રહીયે ;
છાશનું તે દાણ શું દૈયે રે પ્યારા. કો0 ૩
વહાલા બ્રહ્માનંદના મનમાં વિચારો ;
મારગ સૌને સૈયારો રે પ્યારા. કો0૪

મૂળ પદ

આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી