અલવ ન કરીએ રે અલવીલા ૭/૮

 અલવ ન કરીએ રે અલવીલા ;          

રસિયા છેલ રંગીલા રે કાના.             અ0 ટેક.
વાટે ચાલંતાં વઢવેડ નવ કરીયે ;       
લોક-લજ્યા ઉર ધરીયે રે કાના.        અ0 1
હમણાં તમારે બેક ગાવડી વીયાંણી ;  
ત્યારે બોલો છો વેણ તાણી રે કાના.   અ0 ર
કહું છું સાચું રે તેમાં વાત નહીં કૂડી ;  
બાંધી મુઠી તે રૂડી રે કાના.                અ0 3
બ્રહ્માનંદ કહે લેજો મનમાં વિચારી ;    
થોડી હાંસી તેમ પ્યારી રે કાના.         અ0 4
 

મૂળ પદ

આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી