નાભી નિરખી ગોળ મટોળ રૂપાળી રે૭/૮

નાભી નિરખી ગોળ મટોળ રૂપાળી રે,
ત્રિવળી તો મન પકડ્યાની જાળી રે...૧
શ્રીજી તારી કેડ અતિશે પાતળી રે,
જોઉં તેને લેરખડા લળી લળી રે...૨
ઉરુ અતિ મુલાયમ સુખકારી રે,
જાનું જોતા ઠરી મન વૃત્તિ મારી રે...૩
પીંડી ઘુંટી પ્યારી લાગે અતિ પાની રે,
કહું નહિ રાખું હૈયે છાની છાની રે...૪
જ્ઞાન કહે સહજાનંદ મારા શ્યામ રે,
વાલા વાલા લાગો છો તમે ઘનશ્યામ રે...૫

મૂળ પદ

વાલું લાગે મને મોહન તારું રુપ રે

મળતા રાગ

સર્વે સખી જીવન જોવાને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી