ઘેલા નવ થાયે રે ગિરધારી ૮/૮

ઘેલા નવ થાયે રે ગિરધારી ;મેલને મટુકી મારી રે છેલા.       ઘે0 ટેક.
હળવે બોલું છું મુખ વાત મીઠી મીઠી ;રીસ ચડી નથી દીઠી રે છેલા.   ઘે0૧
આ રે મારગ અમે દાડી દાડી જાયે ;દાણ દીધાના સમ ખાયે રે છેલા.  ઘે0૨
હમણાં સુધી રે તમે ગાવડી રે ચારી ;નથી થયા ઘરબારી રે છેલા.      ઘે0૩
બ્રહ્માનંદના વહાલા, જોર નવ કીજે ;પાયે તેવું મહી પીજે રે છેલા.     ઘે0૪

મૂળ પદ

આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી