એક દિન શ્યામચતુરની રે અસવારી નીકળી રે.૧/૪

એક દિન શ્યામચતુરની રે, અસવારી નીકળી રે ;
મથુરાંની માનની સરવે રે, જોવા ટોળે મળી રે.
આવે અલવીલો વહાલો રે, છોગાવાળો શ્યામળો રે ;
ઘોડા કરી ઘુમર વાસે રે, ભાલા કેરો આમળો રે.
જદુવર લાગે છે રૂડા રે, હાથીડાંની હારમાં રે ;
જોઇ જોઇ આનંદ પામે રે, કે લોક બજારમાં રે.
બહુ જન જય જય બોલે રે, ચમર શિર ઢાળતાં રે ;
વહાલો બ્રહ્માનંદનો આવે રે, ભાવે કરી ભાળતાં રે.

મૂળ પદ

એક દિન શ્યામચતુરની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી