છેલ છબીલા શ્યામળા રે આવી રોકો માં વાટ..૧/૮

છેલ છબીલા શ્યામળા રે, આવી રોકો માં વાટ ;દુરિજનલોકડાં દેખશે, માવા શીદ બાઝો છો માટ. છે0 ૧
સમજીને રે'જો વેગળા રે, નથી લીધાં વેચાણ ;દીઠાં નથીને નથી સાંભળ્યાં, કયાંઇ ખાટી છાશનાં દાણ.   છે0 ૨
મારગ જાતાં માવજી રે, કોઇની પડીએ ન કેડ ;એમાંથી જાશે આબરૂ રે, હરિ જોજો થાશે વઢવેડ. છે0 ૩
અમે મહીઆરાં કંસના રે, રેજો સમજીને કોર ;બ્રહ્માનંદના વાલમા રે, ઝાઝું કાંઇ કરીયે ન જોર. છે0 ૪

મૂળ પદ

છેલ છબીલા શ્યામળા રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી