કુંવર રંગીલા કાનજી રે કહું છું જોડીને હાથ..૨/૮

કુંવર રંગીલા કાનજી રે, કહું છું જોડીને હાથ ;   
કામ ઘણું છે ઘરમાંહી રે, વુઢો જાય સઇયરુંનો સાથ.      કું0 ૧
મેલોને મારગ માવજી રે, માથે લાગે છે ભાર ;  
સૈયર ઘરે જઇ સાથની રે, મુને થઇ ઝાઝી રે વાર.               કું0 ર
ટેવ પડી શી તમને રે, આવી ફોડો છો ઠામ ;    
જાઇને રેહેશું વેગળાં રે, હાંરે મેલી ગોકુલ ગામ.          કું0 3
સાચું કહું છું શ્યામળા રે, રાખો માણસની રીત ; 
બ્રહ્માનંદના વાલમા રે, આવી આવી મ કરો અનીત.      કું0 ૪ 

મૂળ પદ

છેલ છબીલા શ્યામળા રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી