ઘરમાંજઇને રે કે વાલમ વિચાર્યા..૧/૮

ઘરમાંજઇને રે કે વાલમ વિચાર્યા ;બે ગ્વાલીયા બારે કે જોવા બેસાર્યા.      
હુશીઆર થઇને રે અલ્યા ઉભા રહેજો ;કાંઇ આવતું દેખો રે કે તો અમને કેહેજો. 
ગોપી છે ભુંડી રે કે દીઠા નહીં છોડે ;કજીયો નહીં થાયે રે આપણથી એ જોડે.  
હાથે જો આવ્યા કરે તો કરશે વાંનડલાં ;થાપોટું દઇને રે કે તાણશે કાનડલાં.     
માટે તમને કહું છું રે બેઉં તત્પર થાજો ;એને આવતી દેખો રે તો કઇ ભાગી જજો.        
બ્રહ્માનંદ કહે મહીડું રે કે સૌ વેંચી ખાશું ;આવી બાંન ઝલાણા રે તો સૌ દુઃખી થાશું.       

મૂળ પદ

ઘરમાંજઇને રે કે વાલમ વિચાર્યા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી