એમ કહીને વહાલો રે કે પાછા ઘરમાં જ ગયા.૨/૮

એમ કહીને વહાલો રે કે પાછા ઘરમાં જ ગયા ;   
ચોરી કરવાને રે કે હરિ હુંશીઆર થયા.    
કોઠો ઉપાડી રે કે સઘળે નિહાળ્યું ;            
ત્યાં તો ગોરસડું રે કે કયાંઇ ન ભાળ્યું.     
ખૂણા સર્વે જોયા રે કે વહાલે ઘરમાં ફરી ;              
ત્યાં પણ નવ દીઠું રે ત્યારે ઊંચી નજર કરી.     ૩
સીંકામાં દીઠું રે કે મહીનું ઠામડલું ;           
તે લેવા કારણ રે કે માંડયું કામડલું.          
પોતા નૈ સીંકે રે કે ફોડી હાંડીને ;               
પીવા હરિ લાગ્યા રે કે મુખડું માંડીને.       
ગોપીના ડરથી રે કે છાતી થડકે છે ;        
બ્રહ્માનંદનો વહાલો રે કે જોઇ જોઇ ભડકે છે.     ૬

 

મૂળ પદ

ઘરમાંજઇને રે કે વાલમ વિચાર્યા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી