ઘર માંહે દીઠી રે કે મહીની રેલ વળી..૬/૮

ઘર માંહે દીઠી રે કે મહીની રેલ વળી ;ભંજવાડ ભાળીને રે કે મનમાં બોત બળી.      
મુખ હોઠ હસીને રે કે ત્રસુલી છાંડીને ;બાંધવાને કાજે રે રે ગોતે નાડીને.        
કરી લોચન રાતાં રે કે ઉભી ઝાલીને ;જાણે શું કરી નાખું રે કે ઉભો ઘર ઘાલીને.       
કજીઓ કરવાને રે કે સુધી કોપી રે ;ગિરિધરને ઝાલી રે કે ઉભી ગોપી રે.    
બહુ પેધ્યો ઘરમાંરે સુણી બીજી આવી રે ;છબીલો લીધા રે કે તેણે છોડાવી રે.      
ભંજવાડની વાતું રે ��ે ગોપી ભાંખે છે ;બ્રહ્માનંદનો વહાલો રે કે આંસુડાં નાંખે છે.      

મૂળ પદ

ઘરમાંજઇને રે કે વાલમ વિચાર્યા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી