એટલાકમાં તો દસ વીસ આવી રે..૧/૮

 

એટલાકમાં તો દસ, વીસ આવી રે;
ચોરી થૈ વહાલાની ઘણી ચાવી રે.
એક કહે કાલ મારે ઘેર આવ્યો રે ;
બહાર પડી'તી મટુકી તે ફોડી રે ;
ચૂંટી લઇ રોવરાવી ગયો છોડી રે.
જડયું નહીં ત્યારે મનમાં દુઃખાણો રે ;
ઉભો રહી નાખ્યો ઘર માથે પાણો રે.
રીસ કરીને મેં આંખ દેખાડી રે ;
ત્યારે નાસી ગયો વાડ ફાડી રે.
બ્રહ્માનંદના સ્વામી સાથે ગોપી રે ;
કહે મર્મનાં વેણ કોપી કોપી રે.

મૂળ પદ

એટલાકમાં તો દસ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી