એક કહે મારે ઘેર પેઠો રાતે રે ..૩/૮

 

એક કહે મારે ઘેર પેઠો રાતે રે ;
ચોર્યો સાડલો તે નવલી ભાતે રે.
અંધારામાં બીજું હાથ કાંઇ નાવ્યું રે ;
દળવાનું ધાન ઉભે ઉભે ચાવ્યું રે.
દૂધ-દહીં કાજ કાઢી બહુ હડીયું રે;
મેં ઠાવકું સંતાડયું નવ જડીયું રે.
ઝાઝી મહેનત કરીને માથું ઝીંકે રે ;
સૂંધું ઊંચું તે ન પોંતો હાથ સીંકે રે.
એટલાકમાં હું ઝબકીને જાગી રે ;
પછે વેલણું લઇને ગયો ભાગી રે.
એવાં એવાં છે બાઇ કામ એનાં રે ;
કહે બ્રહ્માનંદ નહીં ઠારે કેનાં રે.

મૂળ પદ

એટલાકમાં તો દસ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી