એક કહે મધ્યાહ્ને કાલ આવ્યો રે..૪/૮

એક કહે મધ્યાહ્‌ને કાલ આવ્યો રે ;
સાથ માંકડાની મંડળી લાવ્યો રે.
હું ગઇ જળ જમુનાં ભરવા રે ;
વાંસે ઘરમાં પેઠો સેહેલું કરવા રે.
જે મળ્યું તે સરવે લીધું રે ;
ત્યાં બેસીને કામ પૂરું કીધું રે.
દોહ્યું વલોયું ન રહેવા દીયું કાંઇ રે ;
પછે માંકડા ચાલ્યાં ઘરમાંઇ રે.
ઘર માંકડાં પાસે બગડાવ્યું રે ;
ઊંધું વાળી ગયો જે હાથ આવ્યું રે.
કહે બ્રહ્માનંદ આવી રહી ભાળી રે ;
આ છોરો કાલ આવ્યો ડાટ વાળી રે.

મૂળ પદ

એટલાકમાં તો દસ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી