એક કહે તમે સુણો વાત હેલી રે..૬/૮

 

એક કહે તમે સુણો વાત હેલી રે ;
એ જેવો મેં ન દીઠો કોયે ફેલી રે.
ઉપરથી દીઠામાં લાગે રૂડો રે ;
છે કપડી અંતર કૂડો રે.
એક દહાડે આવ્યો વલોવા ટાંણે રે ;
સામો રહીને નેતરું તાંણે રે.
જ્યારે માંખણ રહી હું તારી રે ;
છલ કરી નજર ચોરી મારી રે.
પછે તાવણી ઉપાડી ધીરે રહીને રે ;
મુજ દેખતાં માંખણ ગયો લઇને રે.
બ્રહ્માનંદ કહે એક બોલી ગોપી રે ;
આ છોરે લોક લાજ સરવે લોપી રે.

મૂળ પદ

એટલાકમાં તો દસ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી