કે દી ઓચિંતાનો છાંનો આવે રે..૭/૮

કે દી ઓચિંતાનો છાંનો આવે રે ;બે ઘુડયની મુઠડી ભરી લાવે રે.         
તે આંખ્યું માંહી ભરે આવી આગે રે ;પછી હાથમાંથી ભાંણું લઇ ભાગે રે.   
કેદી ઘરમાં પેસી ઠાંમડાં ફોડે રે ;કેદી કટાંણે વાછડાં છોડે રે.              
કેની બીક મનમાં નવ ધારે રે ;દહાડી દહાડી આવી છોકરાને મારે રે.     
એને ઠાવકો ભાગી રેહેશો જોઇ રે ;જાશે હાથમાંથી ભાગી રેહેશો રે.         
બ્રહ્માનંદ સ્વામીને વારે વારે રે ; ખુબ ગોપીયું વઢે ઝાઝે ખારે રે.          

મૂળ પદ

એટલાકમાં તો દસ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી