એક કહે એને રીતે ભાતે પૂછો રે..૮/૮

 

એક કહે એને રીતે ભાતે પૂછો રે ;
એક કહે એને ઝાલી બાંધોઊંચો રે.
એક કહે એને ચુંટીઆ ભરીયે રે ;
કાન તાણી ટાઢા હાથ બેક કરીયે રે.
એક કહે છે જોવોને આંખ એની રે ;
જુવો ચંચળ પગડાંની પેની રે.
બાઇ, એણે કંઇકનાં ઊંધાં વાળ્યાં રે ;
મુંને ભડકા થાય છે એને ભાળ્યાં રે.
ચાલો, જસોદાને પાસે લઇ જાઇએ રે ;
એના ગુણ એની માને આગે આઇએ રે.
બ્રહ્માનંદ કહે ચોરની પેરે રે ;
ઝાલી ગઇ સરવે જશોદાને ઘેરે રે.

મૂળ પદ

એટલાકમાં તો દસ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી