જશોદા ! કહીને સમજાવો લાલ તમારો છે..૧/૮

જશોદા ! કહીને સમજાવો, લાલ તમારો છે ;    
અમ સાથે બાંધ્યો દાવો, લાલ તમારો છે.       
કેમ કીધો લાડકવાયો, લા0 અમારે મોહોલે આવ્યો.        લા0૧
એ માટે ઝાલી આવ્યાં, લા0 એને છોરે ચાક ચડાવ્યાં.      લા0૨
શું કહીએ ઝાઝું માંડી, લા0 રોળે છે દહાડી દહાડી.        લા0૩
હવે કરવા શીખ્યો ચોરી, લા0 ઝાલ્યો છે જોરાજોરી.       લા0૪
બ્રહ્માનંદ કહે સમ ખાઇને, લા0 તમે જાયો તો શું ખાઇને.  લા0૫

મૂળ પદ

જશોદા ! કહીને સમજાવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી