એક બીજી ગોપી બોલી સાંભળ નંદરાણી..૫/૮

 

એક બીજી ગોપી બોલી, સાંભળ નંદરાણી ;
હું કહું છું અંતર ખોલી, સાંભળ નંદરાણી.
એ દીઠામાં છે છોટો, સાં0 માંહી તો સુધો છે મોટો. સાં0 ૧
મારું કહ્યું જો માનો, સાં0 વતાવું તમને એક વાનો. સાં0 ૨
લાડકડી કન્યા લાવો, સાં0 એને પ્રીતેશું પરણાવો. સાં0 ૩
એક કીધે લજ્યા રેહેશે, સાં0 નહીં તો એ લાંછન દેશે. સાં0 ૪
કહે બ્રહ્માનંદ કરજોડી, સાં0 કયાંઇ જુવો કુંવારી છોડી. સાં0 ૫

મૂળ પદ

જશોદા ! કહીને સમજાવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી