એક ત્રીજી બોલી ત્યારે એને જાણું છું ..૬/૮

 

એક ત્રીજી બોલી ત્યારે, એને જાણું છું ;
એને લવ ફાવી છે બહાંરે, એને જાણું છું.
પરણાવી ખોટી થાશો, એ0 વે'વાઇની ગાળ્યું ખાશો. એ0 ૧
એને નહીં ગોઠે જેવી તેવી, એ0 અને જોઇએ એ જેવી. એ0 ૨
પરણી ઉભી વા ખાશે, એ0 ઘેર બીજીને એ જાશે. એ0૩
એના મનનું ગમતું કરશે, એ0 કહેશે તો પાણી ભરશે. એ0 ૪
જોઇ નીચું લજ્યા પામી, એ0 ઉભા બ્રહ્માનંદનો સ્વામી. એ0 ૫

મૂળ પદ

જશોદા ! કહીને સમજાવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી