ધજા ધારે ધ્યાનમા જે પ્રેમી દાસ રે, ૫/૧૬

ધજા ધારે ધ્યાનમાં જે પ્રેમી દાસ રે,
કરુ તેના કામશત્રુ કેરો નાશ રે...૧
માયા સુખ માત્રની વાસના ટાળી રે,
જાય મારા ધામે બજાવતો તાળી રે...૨
રાજા જીતે ત્યારે ચડે તેની ધજા રે,
અંતઃશત્રુ જીતી ભકત કરે મજા રે...૩
અંતરના શત્રુથી હાર ન થાય રે,
માટે વિજય ધ્વજ ફરકે સદાય રે...૪
એવો મારા કેતુ તણો મહિમાય રે,
કહે જ્ઞાન હેતે બોલ્યા હરિરાય રે...૫

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી