કહો તો જઇને જશોદાને કહીએ રે..૩/૮

 

કહો તો જઇને જશોદાને કહીએ રે, અમે હેતુ તમારાં છૈએ. ક0 ૧
કરીએ બીજી જશોદાને કહીને રે, વહાલા નામ તમારું લઇને. ક0 ૨
કહેશું વાત સૂણો નંદરાણી રે, કાનો કહે છે કન્યા એ તો કાણી. ક0 ૩
કાણી બળભદ્રને પરણાવો રે, કાજુ કન્યા કાનાને લાવો. ક0 ૪
કહેશું કાનો આવી એમ કહે છે રે, ઓલે ગામ કન્યા એક રહે છે. ક0 ૫
રંગ ખૂબ નાની રૂપાળી રે, મીઠાબોલી અતિ મરમાળી. ક0 ૬
તમને કહીએ જશોદા માજીરે, બ્રહ્માનંદનો વહાલો પરણે રાજી. ક0 ૭

મૂળ પદ

સખી ! જોને આ બાળક નાનો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી