કાનાને માતા તમે વારો રે..૫/૮

 

કાનાને માતા તમે વારો રે, આવી રોકે છે જમુનાનો આરો. ક0 1
દહાડી જળ ભરવા અમે જઇએ રે, એની કેટલીક આળ્યું સહીએ. ક0 ર
ભાંજે ઠામ ને ગાળ્યો ભાંખે રે, અમને રોકીને ઉભા રાખે. ક0 3
એનાં લખણ તમે નથી લેતાં રે, અમને લાજ આવે છે કેહેતાં. ક0 4
આવે ઘરમાં સવાર અસૂરો રે, પુત્ર સરવે લક્ષણે છે પૂરો. ક0 5
લોક લાજ હૈયે નથી ધરતો રે, હેરે હેરણાં હરતો ને ફરતો. ક0 6
બ્રહ્માનંદ કહે એમાં નહીં ઠરશો રે, કોઇનું ઘર ભંગાવી શું કરશો. ક0 7

મૂળ પદ

સખી ! જોને આ બાળક નાનો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી