તારો પુત્ર જશોદા માડી રે..૭/૮

તારો પુત્ર જશોદા માડી રે, આવી વાત બોલે છે ઉઘાડી. તા0 1
એલી ઉભી રે મહીઆરી રે, પૂછે તું પરણી કેકુંવારી. તા0 ર
દાણ લેવા આડો આવે દોડી રે, કહે છે તું કેની અલી છોડી. તા0 3
અમ સાથે બાંધ્યો એણે દાવો રે, દહાડી કહે છે મુને પરણાવો. તા0 4
અમે પરણ્યા તે કેમ કરી પરણું રે, પરણ્યા કાજે ઘાણે ઘરે ઘરણું. તા0 5
ગળે લીધાં તમારે છૈયે રે, કહોને કેમ કરી ગોકુલ રહીયે. તા0 6
બ્રહ્માનંદ કહે ન જાયે છેડયો રે, આવી ઘરમાં બેસે અણતેડયો. તા0 7

મૂળ પદ

સખી ! જોને આ બાળક નાનો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી