ગોરસ લઇને ગોપિકા, ચાલી વેચવા કાજે ..૧/૧૨

ગોરસ લઇને ગોપિકા, ચાલી વેચવા કાજે ;ઓડો બાંધ્યો આવીને, વીચમાં વ્રજરાજે.  
મટુકી લીધી માથડે, ચાલી મહીવાળી ;ઓચીંતાના આવીયા, વનમાં વનમાળી.  
મારગ રોક્યો માવજી, આડા ઉભા છો આવી;આવ ઓરી મહીઆરડી, એમ કહીને બોલાવી.    ૩
મહીડુંતારું અમે લૂટશું, ઉભી રહેને મહીઆરી ;સાચું જાણ તું સુંદરી, લેશું રીત અમારી. 
જાવા દીઓને જાદવા, વાટે રોકોમાં વેહેતાં ;અમે મલાજો રાખીએ, તમ સામું કહેતાં ; 
સમજ્યા વિના નવ ઝાલીયે, પરનારીનો છેડો ;બ્રહ્માનંદ કહે રહોને વેગળા, મેલીને કેડો.  ૬ 

મૂળ પદ

ગોરસ લઇને ગોપિકા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી